ભાવનગર જીલ્લા પંચાયત આઈ. સી.ડી. એસ .અને મ.ન.પા આયોજિત એક દિવસીય ભૂલકાં મેળો યોજાયો
ભાવનગર જીલ્લા પંચાયત આઈ. સી.ડી. એસ .અને ભાવનગર મહાનગરપાલિકા આયોજિત આંગણવાડીનાં બાળકો, કાર્યકરો તથા માતાઓ માટે એક દિવસીય ભૂલકાં- મેળો તા.12 ઓકટોબરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજવામાં આવેલ....... આ પ્રસંગે ભાવનગર જીલ્લાની આંગણવાડીનાં 200 થી વધું બાળકો તથા માતાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ભાવનગરનાં માનનીય મેયર શ્રી,પુર્વ ધારાસભ્યશ્રી વિભાવરીબહેન દવે, કલેક્ટરશ્રી , કમિશનર તથા ડેપ્યુટી કમિશનર ભાવનગર મહાનગરપાલિકા,પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, સ્ટેન્ડિંગકમિટીનાં ચેરમેનશ્રી તથા સી. ડી. પી. ઓની ઉપસ્થિતીમાં શહેર તથા ગ્રામ્ય વિભાગના બાળકોએ અભિનય પ્રસ્તુતિ કરી હતી ... આ પ્રસંગે બાળકોએ તૈયાર કરેલ ચિત્રોથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ.. ભોજન બાદ કાર્યક્રમના બીજા સત્રમાં ભૂલકાઓ સાથે શિશુવિહાર બાલમંદિર ના શિક્ષક શ્રી પ્રીતિબેન, અંકિતાબેન,કમલાબેન, ઉષાબેન દ્વારા બાળકો અને તેના વાલીઓને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડ્યા હતા... આ પ્રસંગે શિશુવિહાર સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટ એ ઉપસ્થિત વાલીઓને બાળ ઉછેર માં પોષક આહાર વિષયે સજાગ કર્યા હતા સ્વ શ્રી શૈલાબેન પ્રફુલભાઈ સૂચક તાલીમ કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ પ્રવૃત્તિ નું સંકલન શ્રી પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબેન ને તથા શિશુવિહાર ના સંયોજક શ્રી હીનાબેને કર્યું હતું...........
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.