ભેજવાળી મગફળી પિલાણમાં લઈ શકાતી નથી, જૂના સ્ટોકનો ઉંચા ભાવે નિકાલ થતા સિંગતેલનો ડબ્બો રૂ. 3 હજાર નજીક
તહેવારમાં તેલના ભાવમાં ઊથલપાથલ, મગફળી દાણા અને એક્સપોર્ટ માટે ખરીદી વધુ
સોમવારે સિંગતેલનો ડબ્બો રૂ. 2940 નો થયો હતો. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે જ તેલના ભાવમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. તેલના ભાવવધારા અંગે વેપારીઓ કારણ આપે છે કે, હાલ જે મગફળી આવે છે તે ભેજવાળી હોવાથી તે પિલાણમાં લઈ શકાતી નથી અને સંગ્રહખોરો કે જેની પાસે જૂનો સ્ટોક છે તેનો હાલ તેઓ ઉંચા ભાવે નિકાલ કરી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.