રાજકોટમાં 19મીએ એરપોર્ટથી રેસકોર્સ સુધી ભવ્ય રોડ-શો યોજાશે, રાજ્ય મંત્રીએ જિલ્લા ભાજપના નેતાઓની બેઠક બોલાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટના કાર્યક્રમ અન્વયે આજે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આજની આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ ખભેખભા મીલાવી એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીએ અપીલ કરી હતી. તેમજ 19મીએ વડાપ્રધાનનો રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરાયું હોય બેઠકમાં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.