જયપુરમાં પિતા-પુત્રને બંધક બનાવી લૂંટનાર ત્રણ નેપાળી ઇસમોની ધરપકડ, રાજકોટમાં પણ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો
રાજસ્થાનના જયપુર ખાતે ફરીયાદી તથા તેના પુત્રને પોતાના મકાનમાં બંધક બનાવી માર મારી ગંભીર ઇજા કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની લૂંટ કરનાર નેપાળી ગેંગના ત્રણ નાસતા-ફરતા આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ગત તારીખ 6 જુલાઇના રોજ રાજકોટ શહેરમાં રોયલ પાર્ક શેરી નં. 4માં આવેલ “માતો” મકાનમાં ફરીયાદીને પોતાના મકાનમાં બંધક બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની લૂંટ કરી નેપાળી ગેંગના સભ્યો નાસી ગયા હતા. રાજકોટ શહેરમાં ચોકીદાર તરીકે નોકરી કરતા તથા ઘરકામ કરતા નેપાળી ઇસમોની તપાસ કરવાની સુચના મળ્યા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે સતત પ્રયત્નશીલ હતી. રાજકોટ શહેરમાં ચોકીદાર તરીકે નોકરી કરતા તથા ઘરકામ કરતા નેપાળી ઇસમોની તપાસ દરમિયાન ખાનગી રાહે જાણકારી મળી હતી કે, રાજકોટ શહેરમાં જે એમ.ઓ.થી નેપાળી ગેંગ દ્વારા લૂંટ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.