સુરેન્દ્રનગરમાં મીઠાઇ ફરસાણના ભાવમાં કિલોએ રૂ. 20 અને વઢવાણમાં કિલોએ રૂ. 50થી 60નો ઘટાડવાનો નિર્ણય કર્યો.
તા.09/10/2022/
બાવળિયા બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તહેવારોને ધ્યાનમાં રાખીને મિઠાઈ-ફરસાણનું ભાવબાંધણુ નક્કી કરવા માંગ ઉઠી હતી. આ અંગે સુરેન્દ્રનગરમાં સીટી મામલતદાર અને ફરસાણના વેપારીઓ વચ્ચે અને વઢવાણમાં મામલતદાર અને સ્થાનિક વેપારીઓ વચ્ચે બેઠક યોજીને તહેવારો નિમિતે મિઠાઈ-ફરસાણનું ભાવ બાંધણુ નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ ભાવ બાંધણાની જાહેરાત મોડી થતા લોકોને ભાવ ઘટાડાનો લાભ મળ્યો ન હતો. આ ઉપરાંત નોંધપાત્ર બાબત એ છે કે, સુરેન્દ્રનગર-વઢવાણ હવે એક જ શહેર હોવા છતાં બંન્ને શહેરમાં મિઠાઈ-ફરસાણનું અલગ-અલગ ભાવબાંધણુ થયું છે. સુરેન્દ્રનગરમાં કિલોએ માત્ર રૂા.20 જેટલો ઘટાડો કરાયો છે. જ્યારે વઢવાણમાં રૂ. 50 થી60 રૂા.નો ઘટાડો કરાયો હોવાનું જાણવા મળે છે. એક જ શહેરમાં અલગ-અલગ ભાવ બાંધણાને કારણે શહેરીજનોમાંથી સવાલો ઉઠી રહ્યાં છે.આ અંગે જાણકારોના કહેવા મુજબ, સુરેન્દ્રનગરમાં ગણીગાંઠી મોટી દુકાનો સિવાય ફાફડા, વણેલા ગાંઠિયાનો ભાવ કિલોના રૂા.320થી 360નો છે. છતાં ભાવ બાંધણું કિલોએ રૂા.380નું કરીને ભાવ ઘટાડવાને બદલે વધારવામાં આવ્યો છે. મોટા ભાગના વેપારીઓ ફરસાણ બનાવવામાં પામોલીન અને ભેળસેળીયું ડિસ્કોતેલ વાપરે છે. પામોલીન તેલના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં ડબ્બે રૂા.580 જેટલો ઘટાડો થયો છે. છતાં ફરસાણના ભાવોમાં ઘટાડો કરાયો નથી. સુરેન્દ્રનગરમાં તહેવારો દરમ્યાન ભાવ બાંધણાના નામે કિલોએ રૂા.20 જેટલો ઘટાડો કરીને ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગની મજાક ઉડાવવામાં અવી હોવાનું શહેરીજનો માની રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.