મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓ ના માનદ વેતનમાં ૯૦% વધારો :ટિમ ગબ્બરની સફળ રજુઆત - At This Time

મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓ ના માનદ વેતનમાં ૯૦% વધારો :ટિમ ગબ્બરની સફળ રજુઆત


મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓ ના માનદ વેતનમાં ૯૦% વધારો :ટિમ ગબ્બરની સફળ રજુઆત

આખરે મધ્યાહન ભોજન યોજના કર્મચારીને ટીમ ગબ્બર ગુજરાત દ્વારા મળ્યો ન્યાય માનદવેતનમાં થયો ૯૦ % સુધીનો વધારો
વિસાવદરતા. ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ ગજેરા એડવોકેટ અને નયનભાઈ જોષી એડવોકેટ વિસાવદર તથા તેમની ટીમના સદસ્યો દ્વારા સતત સરકારમાં મુખ્યમંત્રી સહીતના અનેકને લેખીત રજુઆત કરી જણાવેલ કે, રાજ્યની પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ જેવી અતિ ગંભીર સમસ્યાને પહોંચી વળવા મધ્યાહ્નન ભોજન યોજના થકી ધોરણ ૧થી ૮ મા અભ્યાસ કરતા બાળકોને આ યોજનામાં ફરજ બજાવતા સંચાલક,રસોયા અને મદદનીશ મારફતે ગરમાગરમ રાંધેલો ખોરાક પીરસી કુપોષણ દર (રેશિયો) ઘટાડવામા મહત્વની ભૂમિકા રહેલી છે.સરકારશ્રીની આ યોજના થકી રાજ્ય અને દેશના ભાવિ ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્ય જેવા સારા હેતુથી ચલાવવામાં આવે છે.આવા સારા હેતુથી ચલાવવામાં આવતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે છેલ્લા ૩૭ વર્ષથી વેતન બાબતે શા માટે અન્યાય તે પ્રશ્ન છે.આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારી છે.તેમાં ૮૦ % મહિલા કર્મચારી છે જેમાં મુખ્યત્વે વિધવા,ત્યકતા અને શિક્ષિતબેરોજગાર બહેનો કર્મચારીઓ છે.તેમાં (૧)સંચાલકને રૂ.૧૬૦૦/- (૨) રસોયાને ૧૪૦૦રૂ ને (૩) મદદનીશને રૂ.૩૦૦/૫૦૦ માસિક વેતન ચુકવવામા આવતું હતું અને બાળકોમાં કુપોષણ દૂર કરવાના ઉમદા હેતુથી ચાલતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ આવા નજીવા વેતનમાં ગુજરાન કેમ ચલાવવું તે એક પ્રશ્ન હતો ત્યારે સરકારે અનેક કર્મચારીઓ માટે પગાર વધારો જાહેર કર્યો છે જે સરકારની કર્મચારી પ્રત્યે યોગ્ય દરકાર કરી છે સાથેરાજ્યના અન્ય માનદ વેતન ધારકો જેવા કે આંગણવાડી વર્કર,આશાવર્કર અને હોમગાર્ડના જવાનોને માનદ વેતન ધારકો અને પ્રોત્સાહિત યોજના હોવા છતાં લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચૂકવાય છે.તો આ મુદ્દે મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે શા માટે અન્યાય થાય છે.સરકારશ્રીના લઘુતમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવાનો સરકારશ્રીના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જ નક્કી કરેલ હોવા આ મુદ્દે મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે જ શા માટે અને શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક છે.મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ ગુજરાતના મતદાર છે.શુ ફક્ત મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ માટે જ વેતન ચૂકવવા અંગે કાયદા અલગ રાખવામાં આવેલ છે..શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓને સરકારશ્રીના ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.શુ મધ્યાહ્નન ભોજન કર્મચારીઓને લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન નથી ચૂકવાતું એ શ્રમ અને રોજગાર મંત્રાલયને જાણ હોવા છતાં ન્યાય આપેલ નથી૭ કલાક ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને ૫૦ હજાર કરતા પણ વધારે વેતન ચૂકવાય છે તો ૭ કલાક કરતા વધારે કામ કરતા મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે જ કામના કલાકોના મુદ્દે હાલમાં અન્યાય થાય છે ગુજરાત સરકારની ગુજરાતના નાગરિકોને રોજગારી પુરી પાડવા ફરજ નૈતિક જવાબદારી છે.છેલ્લા ૩૭ વર્ષથી નજીવા વેતનમાં કામ કરતા રાજ્યના હજારો મધ્યાહ્નન ભોજન કર્મચારીઓ સાથે આ મુદ્દે શા માટે અન્યાય અને તેમાં પણ છેલ્લા ૬ વર્ષથી એટલે કે ૨૦૧૬ પછી એક રૂ.નો વેતન વધારો રાજ્ય સરકાર દ્વારા નથી આપવામાં આવ્યો.ઉપર મુજબના તમામ મુદા ધ્યાને લઇ રાજ્યના હજારો મધ્યાહન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક હોય ગુજરાતના મતદાર હોય અને અન્ય માનદ વેતન ધારકોને ચૂકવાય છે તે રીતે શ્રમ અને રોજગાર અને સરકારશ્રીએ નક્કી કરેલ લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચુકવવામાં આવે અથવા પગાર વધારો કરવામાં આવે તેવી ટીમ ગબ્બરે સમગ્ર ગુજરાતમાંથી રજૂઆતો કરેલ હતી તે રજુઆત સરકારે સ્વીકારી મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓ ના પગારમાં ૯૦ % જેવો વધારો કરતા આવા લાખો કર્મચારીઓ દ્વારા તથા વિવિધ મંડળો દ્વારા સરકારશ્રી તથા ટિમ ગબ્બરનો આભાર માનેલ હતો તેમ ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના ધારાશાસ્ત્રી નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.