ફૂલ વરસાદમાં અર્બુદા સેનાના સૈનિકો ભીના થઈને ઉત્સાહ પૂર્વક બાઈક રેલીમાં જોડ્યા - At This Time

ફૂલ વરસાદમાં અર્બુદા સેનાના સૈનિકો ભીના થઈને ઉત્સાહ પૂર્વક બાઈક રેલીમાં જોડ્યા


અર્બુદા સેના મહીસાગર દ્વારા સમાજનું પ્રતિક પાઘડીની ઉપસ્થિતિમાં ગાંધીયા મુવાડા ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું હતું. ચૌધરી સમાજના યુવાનો બાઇક દ્વારા ભર વરસાદમાં ભીંજાતા રેલી સ્વરૂપે સભા સ્થળે પોહચ્યા હતા. અહી સમાજના આગેવાનો અને અર્બુદા ધામના ઝાખડ ઋષિ તથા સમાજનું પ્રતિક પાઘડીને અર્બુદા સેનાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીની પ્રતિક રૂપે ખુરશીમાં આદર પૂર્વક મુકવામાં આવી હતી.

આ સંમેલનમાં રાજસ્થાન, દાહોદ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાંથી ચૌધરી સમાજ આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજની દીકરીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ઉપરાંત અર્બુદા સેનાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ મહાસંમેલન અર્બુદા સેના દ્વારા તા.11.10.22 થી 21.10.22 ના રોજ ગુજરાતના 1200 થી વધુ ગામોમાં સમાજ પંચાયત મળશે અને એ બાદ ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે

આ મહાસંમેલન ચૌધરી સમાજને એક બને, નેક બને અને સંગઠિત કરવાનો હતો. લોકોનું જીવન ધોરણ સુધરે તેવા હેતુ સાથે બનેલી દૂધસાગર ડેરીના કારણે અનેક લોકોનું જીવન સુધર્યું છે. તેમ મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના પ્રમુખ મોઘજીભાઇ ચૌધરીએ કહ્યું હતું,

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.