દામનગર શહેરમાં આખલાઓનું રાજ,લોકો લાચાર,તંત્ર દિશાવિહીન..!! - At This Time

દામનગર શહેરમાં આખલાઓનું રાજ,લોકો લાચાર,તંત્ર દિશાવિહીન..!!


દામનગર શહેરમાં આખલાઓનું રાજ,લોકો લાચાર,તંત્ર દિશાવિહીન..!!

દામનગર એક કહેવત છે કે જેનો રાજા નબળો એની પ્રજા દુઃખી.. આ કહેવત કેટલાય ગામોમાં જોવા મળતી હોય છે...રખડતા રેઢિયાળ પશુ મુદ્દે અદાલતે કડક આદેશો આપ્યા છે.તેને ઘોળીને પી જવા વાળા તંત્રના જાડી ચામડીના બે - જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયા ને નિર્દોષ લોકોના જીવ જાય છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલાય લોકોએ રખડતા ઢોર ને કારણે જીવ ગુમાવ્યા છે.અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અદાલતના ચુકાદા નો ઉલાળિયો કરી સત્તામાં ચીટકી રહેલા ખંધા લોકોને પોતાના વિસ્તારના લોકો ની સલામતી ની કાઈ કરતા કાઈ પડી નથી. આ તસવીર દામનગર શહેરના સરદાર સર્કલ પાસેની છે ત્યાં અને આખા દામનગર શહેરમાં રખડતા આખલાઓ ગમ્મે ત્યારે લોકોને ઢિકે ચડાવતા હોય દરેક નાગરિકોની સલામતી ઇસ્છતા હોય તો સ્થાનિક સત્તામાં બેઠેલા કાર્યવાહી કરે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.