ભાજપના સિનિયર આગેવાનની ઓફિસ પર પોલીસ પહોંચી, મોકલી કોણે તે અંગે ચર્ચા - At This Time

ભાજપના સિનિયર આગેવાનની ઓફિસ પર પોલીસ પહોંચી, મોકલી કોણે તે અંગે ચર્ચા


ચૂંટણી નજીક આવતા ભાજપમાં જ ટાંટિયાખેંચ શરૂ થયાની ચર્ચા, ધ્રાંગધ્રાના પ્રભારી દુધાત્રાને ટાર્ગેટ બનાવાયાનો કાર્યકરોમાં અસંતોષ

આગેવાનોએ JCPને રૂબરૂ મળી પોલીસ કોના ઇશારે પહોંચી તેનો ખુલાસો માગ્યો

વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થઇ નથી ત્યાં ચૂંટણીનો માહોલ જામી રહ્યોછે, સત્તાધારી ભાજપમાં ટિકિટ મેળવવા હોડ જામી છે અને આ હોડમાં એકબીજાને કાપવા માટે તમામ ખેલ થઇ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં આ યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે, બુધવારે રાત્રે ભાજપના સિનિયર આગેવાન વલ્લભ દુધાત્રાની ઓફિસે અચાનક જ પોલીસની ટુકડી પહોંચી હતી અને ઓફિસમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાની રાવ આવ્યાનું કહી જતી રહી હતી, દુધાત્રા તે વખતે ઓફિસે હાજર નહોતા પરંતુ આ મામલાએ ભારે ચકચાર જગાવી હતી અને મામલો પ્રદેશકક્ષા સુધી પહોંચ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.