શહેરા તાલુકા વિકાસ અધિકારીએ ધાયકા પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ ઘાયકા ગામે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા એ ઘાયકા પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લીધી હતી મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર તરફથી જે દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપતું હોય છે જેમાં ઘણા બધા બાળકો દૂધ લેતા ન હોવાથી જેને લઈને શાળાના આચાર્ય તેમજ તલાટી ક્રમ મંત્રી ની હાજરીમાં બાળકોએ દૂધ પીતા ન હતા તેવા બાળકોને બોલાવીને વિશેષ સમજૂતી આપી અને બાળકોને દૂધ પીવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા દૂધ પીવાથી શું ફાયદા થાય છે તે વિગતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવીને તેમને દૂધ પીવા માટે જણાવ્યું હતું
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.