બોટ વપરાશના ડીઝલના ભાવ ઘટાડો ન થતા માછી મારોને આર્થિક ફટકો પડ્યો
ગુજરાત કોળી માછીમાર સમાજના મહામંડલના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાય બોટ વપરાશના ડીઝલના ભાવમાં ઘટાડાને લઇ ફરી રજૂઆત કરવામાં આવી છે આ અંગેની મળતી વિગત મુજબ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને માછીમાર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતના સમાજના આગેવાનો પ્રમુખો વિવિધ મંડળના અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં માછીમારોના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ થઈ હતી મૂંઝવતો મુખ્ય પ્રશ્ન ડીઝલના ભાવમાં વધારો હોય જેથી આર્થિક ફટકો પડી રહ્યો છે
જેમનો ઉલ્લેખ લાવવાની ખાતરી અપાઈ હતી જોકે તેમ છતાં ભાવમાં ઘટાડો ન થતા માસી મારો નારાજગી જોવા મળી રહી આ ઉપરંત હાલમાં કેન્દ્રીય મચ્છી ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા સાગર પરિક્રમ્મા ના બીજા તબક્કામાં માંગરોળ બંદર ઉપરથી વેરાવળ ખાતે દરિયા માર્ગ આવેલ હતા અને તેમણે પણ ડીઝલના ભાવ ઘટાડાને લઇ આ વાત કરી હતી છતાં ભાવ યથાવત હોય ત્યારે વહેલી તકે ડીઝલના ભાવ ઘટાડો કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત કોળી માછીમાર સમાજ મહામંડલના મુખ્ય અગ્રણી જયંતીભાઈ સોલંકી રજૂઆત કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.