મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કુલ માં નવરાત્રિ નાં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કુલ માં નવરાત્રિ નાં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લામાં કડાણા તાલુકાના મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ. મેમોરિયલ હાઈસ્કુલ માં નવરાત્રી નાં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.

આસો સુદ એકમ થી નોમ સુધી ગુજરાત ભરમાં ધામધૂમ થી ગરબા મહોત્સવ કરી તથા માઈ ભક્તો દ્વારા આ નવ દિવસ નાં નકોરડા ઉપવાસ કરી માં નવદુર્ગા ની પૂજા ઉપાસના કરવામાં આવે છે.
ગરબા નો અર્થ ગર્ભદીપ એટલે કે માટીના ગડા માં નાના છિદ્રો પાડેલા હોય છે તે ગડા ની અંદર દીવો મૂકી તે ગડા ને કોઈ દેવસ્થાન અથવા માતાજી ની માંડવી બનાવી ગોળ ફરતે રમી શકાય તે રીતે સ્થાપન કરવામાં આવે છે અને ઢોલ નાં તાલે વિવિધ પ્રકાર ના વાજિંત્રો નાં અવાજ સાથે રમવામાં આવે છે.

આ અનેરો માતાજી નો ઉત્સવ ગુજરાત ભર માં ઊજવવામાં આવે છે ત્યારે મહિસાગર જિલ્લામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે નવરાત્રિ ને અનુલક્ષી ને ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ સૌ પ્રથમ નવદુર્ગા ની આરતી કરી શાળા ના વીદ્યાર્થીઓ દ્વારા ગરબા ની મોજ માણવામા આવી હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.