તરૂણને સાથે કામ કરતી યુવતી ગમવા લાગી: તેનો સંપર્ક તૂટી જતાં ઝેર ગટગટાવ્યું
ગોંડલ રોડ માલધારી ફાટક પાસે પંદર વર્ષના તરૂણને એક છોકરી ગમવા માંડી હતી. પરંતુ આ છોકરી સાથેનો સંપર્ક ઓચીંતો તૂટી જતાં માઠું લાગી આવતાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો હતો.બનાવની વિગત મુજબ કલ્પવન પાસે આવેલ પૃષ્ટિવિહાર રેસિડેન્સી રહેતાં મિત ચંદ્રકાન્ત શાહ (ઉ.વ.15) ગતરોજ સાંજે માલધારી ફાટક પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે તરૂણ એકાદ મહિના પહેલા જ એક જાણીતા મોલમાં નોકરીમાં જોડાયો હતો. અહિ સાથે કામ કરતી એક યુવતી સાથે પરિચય થતાં તરૃણને એ છોકરી ખુબ ગમવા માંડી હતી. પરંતુ અચાનક જ થોડા દિવસ પહેલા આ છોકરી નોકરી છોડીને જતી રહી હતી. આ પછી તરૃણે તેણીને શોધવા અને તેનો ફોન નંબર શોધવા પ્રયાસ આદર્યા હતાં. પરંતુ છોકરીનો સંપર્ક ન થતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ કારણે રોડ પર ઉંદર મારવાની દવા પી પગલું ભર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.