ભગવતિપરામાં માતા સાથે ઝઘડો થતાં યુવતીએ હાથમાં બ્લેડના છરકા માર્યા - At This Time

ભગવતિપરામાં માતા સાથે ઝઘડો થતાં યુવતીએ હાથમાં બ્લેડના છરકા માર્યા


ભગવતીપરા નજીક આવેલ સુખસાગર શેરીમાં રહેતી સ્વીટીબેન રાજેશભાઈ શેખ (ઉ.વ.20) ગત રાત્રે પોતાના ઘરે બ્લેડથી હાથમાં ઈજા કરતાં લોહીલુહાણ હાલતમાં સીવીલે સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્તના પતિએ જણાવ્યું હતુ કે હું સોનીકામ કરૂછું અને ગતરોજ મારી પત્નીને તેની માતા સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેનું તેને માથુ લાગી આવતા પગલું ભર્યું હતું. દંપતિ મુળ બંગાળના રહીશ છે. અને દસ વર્ષથી રાજકોટમાં રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.