રાજકોટ: રતનપર ગામે BSNLએક્સચેન્જ ઓફિસમાં રૂ.1.50 લાખની ચોરી
શહેરમાં તહેવારો ઉપર તસ્કરોએ માઝા મૂકી હોય તેમ હરરોજ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રતનપર ગામે એક ચોરીનો બનાવ પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે જેમાં રતનપર ગામના પાટીયા પાસે આવેલ બીએસએનએલ એક્સચેન્જ ઓફિસના તાળા તોડી તસ્કરો પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં આવતા મોડ્યુલ અને કોપર વાયર કેબલ મળી કુલ 1.50 લાખની ચોરી કર્યાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે સીસીટીવી આધારે તસ્કરો શોધખોળ હાથ ધરી છે.
બનાવવા અંગેની મળતી વિગતો અનુસાર નાના મોવા સર્કલ રહેતા અમિતભાઈ દિલીપભાઈ ઠાકરે કુવાળા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રતનપર ગામના પાટીયા પાસે આવેલ બીએસએનએલ એક્સચેન્જ ઓફિસમાં તેઓ ગઈકાલ સવારે ગયા ત્યારે તેને ઓફિસનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને અંદર તપાસ કરતાં ઓફિસની અંદર રાખેલ જખઙજ પાવર પ્લાન્ટ ના મોડ્યુલ નંગ ત્રણ જેની કિંમત આશરે 90,000 અને ડીસી સપ્લાય માટેના કોપરના કેબલ વાયર આશરે 60 મીટર જેની કિંમત રૂપિયા 60,000 તેમ મળી કુલ રૂ.1.50 લાખની ચોરી થયા હોવાનું જણાવતા તેને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઓફિસના અને આસપાસના સીસીટીવી તપાસી આ તસ્કર ગેંગને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.