ગૌશાળા માટે 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ આપી નહીં, કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ ગૌચરની જમીન પર બન્યો - At This Time

ગૌશાળા માટે 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી પણ આપી નહીં, કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ ગૌચરની જમીન પર બન્યો


આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં મીડિયાને સંબોધ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા સમગ્ર દેશમાં ગૌવંશની રાજધાની ગણાય છે. ગૌસેવાનું જેટલું કામ અહીંનાં લોકોએ કર્યું છે એટલું આખા દેશમાં ક્યાંય થયું નથી. અહીંની વિશાળ જનસંખ્યા ગૌમાતાની સેવા પર નિર્ભર છે. પરંતુ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે લમ્પી વાયરસ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ફેલાય રહ્યો હતો. ત્યારે ગુજરાત સરકાર લમ્પી વાયરસ પ્રત્યે કોઈ જવાબદારી લઇ રહી નહોતી. ગૌશાળા માટે 500 કરોડની સહાય અંગે બજેટમાં જાહેરાત કરી હતી પણ હજી આપી નથી. ગૌચર જમીન ભૂ-માફિયાઓએ કબ્જે કરી લીધી છે. કથાકાર રમેશભાઈ ઓઝાનો આશ્રમ પણ ગૌચરની જમીન પર બન્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.