અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહેળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમા આવેલી ૨૫૦થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતનુ ઉપરદળ સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહી આવે તો મ્યુનિ.તંત્ર આ બાંધકામ તોડી પાડશે.બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ અસરગ્રસ્તો પાસેથી વસુલાશે.તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના લોકો રોડ ઉપર આવી જશે.
અસરગ્રસ્ત જમીન-મકાન માલિકો તરફથી કરવામા આવેલા વાંધાસુચન ફગાવી દેવાયા,છારાનગરના પરિવારો ટી.પી.સ્કીમના અમલથી રોડ ઉપર આવી જશે
રોડ પહોળો કરી ટી.પી.સ્કીમ.નો અમલ કરવાના નામે એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ જોવા મળી રહયો છે.
મ્યુનિ.કે રાજય સરકાર તરફથી કોઈ જાણ કરવામા આવી નથી
મ્યુનિ.તરફથી રહીશોના મંગાવવામા આવેલ વાંધા-સુચનમા પણ રહીશોએ રજુઆત કરી હતી કે,જે તે સમયે ટી.પી.સ્કીમ બનાવવાની હતી એ સમયે અમને મ્યુનિસિપલ કોર્પોરેશન કે રાજય સરકાર તરફથી ડ્રાફટ ટી.પી.સ્કીમ-૯૬(બી) સૈજપુર બોઘાના વર્ષ-૨૦૧૬ના ઠરાવની કોઈ માહિતી કે કાગળ આપવામા આવ્યો નથી
અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહેળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમા આવેલી ૨૫૦થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતનુ ઉપરદળ સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહી આવે તો મ્યુનિ.તંત્ર આ બાંધકામ તોડી પાડશે.બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ અસરગ્રસ્તો પાસેથી વસુલાશે.તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના લોકો રોડ ઉપર આવી જશે.લોકો માં ઉગ્ર રોષ.........
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.