નવીગોધર પ્રાથમિક શાળામાં સોનલબેન દ્રારા તિથિ ભોજન આયોજન - At This Time

નવીગોધર પ્રાથમિક શાળામાં સોનલબેન દ્રારા તિથિ ભોજન આયોજન


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના નવીગોધર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને સોનલબેન નવી ગોધર પ્રાથમીક શાળાં મા 7 વર્ષ થી ફરજ બજાવતા હતા ત્યારે સોનલબેન હાલ કાનપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તેમનું વતન ગાંઠિયલ તા. ઈડર જી. સાબરકાંઠા રહેવાસી છે.અને નવી ગોધર પ્રાથમિક શાળામાં નવરાત્રિ પર્વે નિમિતે શાળામાં તિથી ભોજન આપવામાં આવ્યું મોહનથાળ, દાળ- પુરીશાકનું પાકું ભોજન આપવામાં આવ્યું હતું.

આમ સોનલ બેન દ્વારા નવરાત્રિની ત્રીજા દિવસે વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવેલ છે. પ્રસંગે ગામના આગેવાનો ઉપરાંત એસએમસીના સભ્યો, શાળાના આચાર્ય પ્રવીણ ભાઈ પટેલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. શાળા પરિવારે સોનલ બેન તિથિ ભોજન કરાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.