બોગસ બિલ બનાવી પાંચ કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી
CGST બિલ કૌભાંડમાં કોલેજિયનની સંડોવણી
રાજકોટ સીજીએસટીની ટીમે બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડ્યું છે. આ પ્રકરણમાં કોલેજના વિદ્યાર્થીની સંડોવણી બહાર આવી છે. જોકે હજુ વધુ એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભંગારના વેપારીએ બોગસ બિલ બનાવીને રૂપિયા 5 કરોડની ઇનપુટ ટેક્સ ચોરી કરી છે. સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગને બોગસ બિલિંગ કૌભાંડ બાબતે બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.