રાજકોટમાં સફાઈ કર્મીએ વોર્ડ ઓફિસમાં ચોરી કરતા અને મહિલા કર્મીએ અધિકારી સાથે ગેરવર્તૂણક કરતા સસ્પેન્ડ
રાજકોટ મહાનગરપાલિકામાં બે સફાઈ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક સફાઈ કર્મચારીએ વોર્ડ ઓફિસમાંથી ચોરી કરી હતી તો બીજા મહિલા સફાઈ કર્મચારીએ જાહેરમાં ઉપરી અધિકારી સાથે ગેરવર્તૂણક કરી હતી. આથી બન્ને સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બન્નેને પહેલા શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી પણ બન્નેએ જવાબ આપવાનું ટાળતા કાર્યવાહી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.