રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 324 કરોડના ખર્ચે બનેલા 3526 આવાસોનું 30 સપ્ટેમ્બરે લોકાર્પણ
રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિનાટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે 6 જગ્યાએ નિર્માણ પામેલ આવાસ યોજનાઓના 3526 આવાસોનું ઈ-લોકાર્પણ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત MIG પ્રકારના 929 આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને BLC હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.