કોઠારીયા સોલ્વન્ટમાં જન્મદિવસના દિવસે દ્રષ્ટિએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં રહેતી ધો.9માં ભણતી છાત્રાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તરુણીનો ગઈકાલે જન્મદિવસ હોય ગઈકાલે જ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.બનાવનું સ્પષ્ટ કારણ જાણવા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
બનાવની વિગતો મુજબ,કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં રહેતી દ્રષ્ટિ ભરતભાઈ મકવાણા(ઉ.વ.14)નામની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોતે ગોંડલ રોડ પર આવેલી એક સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતી હતી.એક ભાઈની એકની એક બહેન હતી.પિતા મજૂરી કામ કરે છે.ગઈકાલે માતા-પિતા અને ભાઈ કામે ગયા હતા ત્યારે પોતાના ઘરે દ્રષ્ટિ એકલી હતી ત્યારે પગલું ભરી લીધું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,દ્રષ્ટિ તામસી સ્વભાવની હોય તેમજ ગઈકાલે તેમનો જન્મદિવસ હતો ત્યારે માતા પિતા અને ભાઈ બધાએ ઘરે રહેવાને બદલે કામે જતા રહેતા લાગી આવ્યું હોવાનું તેમજ બાદમાં પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.જોકે આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ.બોસિયા સહિતના સ્ટાફે કારણ જાણવા તજવીજ કરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.