ભોમેશ્વર ફાટક પાસે અજાણ્યાં યુવકનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
ભોમેશ્વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
મળતી વિગત મુજબ ભોમેશ્વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક આશરે 25 વર્ષનો અજાણ્યો યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જેમાંથી કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ કુમારખાણીયા સહિતના ઘટનાસ્થળ પર દોડી ગયા હતાં.
108 ને જાણ કરતાં ઈએમટીએ તપાસી મૃત જાહેર કર્યા હતાં. તપાસ દરમ્યાન મૃતક યુવાનના ખીસ્સામાંથી હીસાબ લખેલી ડાયરી મળી આવી હતી, તેમાં આઝાદ નામ લખ્યું છે.
આ બનાવમાં યુવાનની ઓળખ મેળવવા હેડ કોન્સ. ઘેલુભાઇએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ફોન નંબર 0ર81-રપ8808પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.