RTOમાં કાર્ડના અભાવે પ્રિન્ટિંગ બંધ, 10 હજારથી વધુ લાઇસન્સ છાપવાના પેન્ડિંગ
રાજ્યભરમાં હવે અમદાવાદથી લાઇસન્સ છપાઈને મોકલાશે
રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા આઠેક મહિનાથી કાર્ડની અછતને પગલે ડ્રાઈવિંગ લાઇસન્સમાં લાંબા વેઈટિંગની સ્થિતિ પ્રવર્તી રહી છે. તાજેતરમાં જ રાજકોટ આરટીઓમાં કાર્ડની અછતને પગલે 10 હજારથી વધુ ડ્રાઈવિંગ લાઇસન્સ પ્રિન્ટિંગ કરવાના બાકી છે જેના કારણે આ તમામ અરજદારોને દોઢ મહિનાથી લાઇસન્સ મળી શક્યા નથી. હવે જેમ જેમ કાર્ડની સપ્લાય થશે તેમ અમદાવાદથી જ લાઇસન્સ પ્રિન્ટિંગ કરીને રાજ્યભરની આરટીઓમાં મોકલવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.