વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં મહિસાગરના આર્ટિસ્ટના પેઈન્ટીંગને સ્થાન મળ્યું
રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનાર કલાસાધક મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બીપીન પટેલે પોતાની યાત્રા ૨૦૧૬ થી ચાલુ કરેલી જે આજે ૨૦૨૨ ના રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલાસાધના જીવનમાં આત્મસાર કરનારા આર્ટિસ્ટ બીપીન પટેલે વિશ્વસ્તરે અને આંતરરાષ્ટ્રીયસ્તરે પણ નામના મેળવી છે.મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાયણ જેવા નાના ગામમાંથી આવતા ચિત્રકાર બીપીન પટેલે વોટર કલર થી ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન, ધબકતું શહેર, જનજાગૃતિ સંદેશ આપતા અસંખ્ય ચિત્રોનું સર્જન કર્યું છે બરોડા યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટસ માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે.હાલમાં જ ચિત્રકાર બીપીનભાઈ ને ૨૩૦૦ દિવસમાં ૨૩૦૦ પેઈન્ટીંગ વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.જેની સરાહનીય કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું અને તેઓને કલેક્ટરશ્રીની કચેરી કલેક્ટરશ્રી ડો.મનીષકુમારના હસ્તે બિપિન પટેલનું કરાયું સન્માન.આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે તેઓએ સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ ના ૧૦૦૦ દિવસમાં ૧૦૦૦ પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને ૧૫૦૦ દિવસમાં ૧૫૦૦ પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે પણ ઇન્ડિયા વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું .યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકીવાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે .અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ ઉપર બનાવેલ વોટર કલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પીએમ ઓફિસમાં શોભા વધારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.