લીલીયા મોટા ખાતે માલધારી સમાજ દ્વારા પશુપાલક માલિકીના ઢોર પકડવાના ઠરાવ રદ કરવા બાબતે આવેદન અપાયો - At This Time

લીલીયા મોટા ખાતે માલધારી સમાજ દ્વારા પશુપાલક માલિકીના ઢોર પકડવાના ઠરાવ રદ કરવા બાબતે આવેદન અપાયો


આજરોજ લીલીયા મોટા ખાતે માલધારી સમાજ દ્વારા લીલીયા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં જણાવેલ કે ગુજરાત રાજ્ય માં માલિકી ના ઢોર પકડવા માટે કાયદો પસાર કરેલ હોય જે કાયદો પશુપાલકો માલધારી સમાજને નડતરરૂપ હોય અને પશુપાલકો માલધારી સમાજના પશુઓને ખોટી રીતે જપ્ત કરી દંડ કરવામાં આવતા હોય જેથી જે કાયદો રદ કરવામાં આવે તેવી માંગણી કરવા માં આવેલ લીલીયા તાલુકાના પશુપાલકો તથા માલધારી ઉપરકોત કાયદાને સખ્ત શબ્દોમાં વખોડી રહ્યા છે આ કાયદો સરકાર દ્વારા રદ કરવામાં આવે તેવી અમારી માંગણી હોય જેના અનુસંધાને તારીખ 21/ 9 /2022 ના રોજ માલધારીઓ મૌન રેલી રૂપે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ નીચે મુજબની માલધારી સમાજ ની માંગણી સરકાર સ્વીકારે તેવી અપેક્ષા જેમાં માલધારી ગોપાલક મંડળીઓને મતનો અધિકાર પુંન સ્થાપિત કરવો નંદી હોસ્ટેલ વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત કરો વાડા ઓના હાલના ભોગવટાને કાયદેસર કરીને માલિકોને સુપ્રત કરો ગીર બરડા આલેચના માલધારીઓના 17551 કુટુંબોને STનો દરજ્જો પુન સ્થાપિત કરો ચાલીસ એકર ગૌચર નિયત કરીને તેના પર દબાણ દૂર કરો જેવી વિવિધ માંગણી ઓને લઈ ને લીલીયા મોટા ના. માલતદાર શ્રી રાદડિયા સાહેબ ને આવેદન પત્ર આપવા માં આવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.