બાબરાના ત્રંબોડા ગામે પવનચક્કીનું કામ અટકાવવા ગ્રામ પંચાયતનો ઠરાવ
બાબરાના ત્રંબોડા ગામે પવનચક્કીનું કામ અટકાવવા ગ્રામ પંચાયતનો ઠરાવ
ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદાણ થતું હોવાની રાવ, ગટરોને પણ નુકસાન બાબરા તાલુકાના ત્રંબોડા ગામની સીમમા ચાલી રહેલા પવનચક્કીના નિર્માણના કામમા ગૌચરની જમીનમા ખોદકામ તથા ગ્રામ પંચાયતોની ગટરોને નુકશાનના મુદે આ કામ અટકાવવા ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે. હાલમા ત્રંબોડાની સીમમા પવનચક્કીનુ નિર્માણ ચાલી રહ્યું છે. જેના કારણે અહી ઓવરલોડીંગ વાહનો પસાર થઇ રહ્યાં છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામા આવેલી અંડરગ્રાઉન્ડ ગટર તથા રસ્તાઓને આના કારણે નુકશાન થઇ રહ્યું છે. આ ઉપરાંત ગામની ગૌચરની જમીનમા ગેરકાયદેસર ખોદકામ થઇ રહ્યું હોય પશુપાલકોના ઘાસચારાને પણ નુકશાન થઇ રહ્યું છે. આ મુદે ત્રંબોડા ગ્રામ પંચાયતે ઠરાવ પસાર કરી જિલ્લા કલેકટરને મોકલી પવનચક્કીનુ કામ બંધ કરાવવા માંગ કરી છે. તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યએ પણ આ મુદે રજુઆત કરી છે.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.