ધંધુકામાં મુસ્લિમ વિમેન એસોસિયેશન દ્વારા મહિલા એનેમિયા જાગૃત્તિ શિબિર યોજાઈ - At This Time

ધંધુકામાં મુસ્લિમ વિમેન એસોસિયેશન દ્વારા મહિલા એનેમિયા જાગૃત્તિ શિબિર યોજાઈ


ધંધુકામાં મુસ્લિમ વિમેન એસોસિયેશન દ્વારા મહિલા એનેમિયા જાગૃત્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમવા-ધંધુકામાં એનેમિયા જાગૃત્તિ શિબિર
અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિયેશન ધંધુકા દ્વારા મહિલા જાગૃત્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો ખાસ હેતું મહિલાઓને પાડુંરોગ (એનેમિયા) માટે જાગૃત કરવાનો હતો. અમવા ટ્રસ્ટી ડો.હફીઝા ગુલાબશા દિવાન દ્વારા બહેનોને એનેમિયા વિશે તથા મહિલાઓને લગતી બીમારી વિશે માહિતી આપવામાં આવી. મહિલાઓને ફોલિક ઍસિડની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું તથા એનેમિયા વિશે માહિતી આપતી પત્રિકા આપવામાં આવી. શિબિરમાં અમવાના કાર્યકરો નસરીનબેન, આબેદાબેન, હલીમાબેન બધાંએ ભાગ લઈને. મહિલાઓને પ્રોત્સાહન આપ્યું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.