સતત બીજે દિવસે STના કર્મીઓએ પડતર માગને લઈ સુત્રોચ્ચાર કર્યા, કલેકટર કચેરી ખાતે મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ
ST કર્મચારીના એરિયર્સ, મોંઘવારી ભથ્થા સહિતના પ્રશ્ને આંદોલનનું એલાન કર્યું છે. રાજકોટમાં આજે સતત બીજા દિવસે ST બસપોર્ટ ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાળમાં મજૂર મહાજન, કર્મચારી મંડળ, ભારતીય મજદૂર સંઘના સભ્યો માટે સંકલન સમિતિ બનાવી છે. આંદોલન અંગે બેઠકનું આયોજન કરાયું છે અને હવે આગામી દિવસોમાં ઘંટારવ કરાશે અને ત્યારબાદ માસ CLની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.