વડાપ્રધાન શ્રી Narendra Modiજીના જન્મદિવસે "વિશ્વાસથી વિકાસ યાત્રા"અમદાવાદ શહેરમાં લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

વડાપ્રધાન શ્રી Narendra Modiજીના જન્મદિવસે “વિશ્વાસથી વિકાસ યાત્રા”અમદાવાદ શહેરમાં લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modiજીના જન્મદિવસે "વિશ્વાસથી વિકાસ યાત્રા"અમદાવાદ શહેરમાં લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modiજીના જન્મદિવસે "વિશ્વાસથી વિકાસ યાત્રા" ના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના વરદહસ્તે અમદાવાદ શહેરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...

જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના મારા વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજિત રૂ. 43 કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરીયમનું લોકાર્પણ, થલતેજ વિસ્તારમાં અંદાજિત રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. ઘોરણે નિર્માણ પામનાર કમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત અને ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું...

આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા નારીશક્તિને પગભર બનાવવા, સશક્ત બનાવવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ મહિલા સશક્તિકરણની દિશામાં આગેકદમ કરીને રાજ્યના 22 હજાર ગ્રામીણ અને શહેરી સ્વસહાય જૂથોની 2.20 લાખ જેટલી મહિલાઓને રૂ. 300 કરોડની રકમના લાભો આપવામાં આવ્યા હતા...

અગાઉની સરકારમાં જૂજ લોકો સુધી જ યોજનાકીય લાભો પહોંચતા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આયુષ્માન કાર્ડ, વૃદ્ધા પેન્શન, વિધવા સહાય જેવા અનેકવિધ યોજનાકીય લાભો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તેમજ વિવિધ માધ્યમોની મદદથી ઘરે ઘરે પહોંચતા થયા છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.