ભૂલા પડેલા મહિલા બે દી’ રસ્તા પર રહ્યાં, 181ની ટીમે આશરો અપાવ્યો
કાઉન્સેલિંગમાં મહિલાએ ગોળ- ગોળ જવાબ આપ્યો, મહિલાની અસામાજિક તત્ત્વો પજવણી કરતા હતા
બીજા શહેરમાંથી ભુલા પડેલા એક મહિલા રાજકોટ આવી ગયા હતા. રાજકોટ આવી ગયા બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી તેઓ રોડ-રસ્તા પર જ રહેતા હતા અને આવારા તત્ત્વો દ્વારા તેની પજવણી થતી હોવાની ફરિયાદ મળી હતી. આથી 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને બાનું ઘર વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.