આંતર કોલેજ સ્પર્ધામાં પ્રત્યેક રાઉન્ડમાં વિદ્યાર્થી દીઠ રૂ. 200 રેફરી ચાર્જના ઉઘરાણા કરાતા વિવાદ - At This Time

આંતર કોલેજ સ્પર્ધામાં પ્રત્યેક રાઉન્ડમાં વિદ્યાર્થી દીઠ રૂ. 200 રેફરી ચાર્જના ઉઘરાણા કરાતા વિવાદ


2017ના પરિપત્રમાં વ્યક્તિગત સ્પર્ધાઓમાં એક જ વખત રેફરી ચાર્જ વસૂલવા જણાવાયું છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ આંતર કોલેજ રમતગમતની સ્પર્ધાઓ ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીઓ પાસેથી એન્ટ્રી ફી રૂ. 200 અને રેફરી ફી રૂ. 200 વસૂલવામાં આવી રહી છે, પરંતુ જો કોઈ વિદ્યાર્થી એક રમતમાં વિજેતા થઇને આગળના રાઉન્ડમાં જાય તો બીજી વખત રેફરી ફી વસૂલવામાં આવી રહી છે. આમ દરેક રાઉન્ડમાં રેફરી ફીના નામે ઉઘરાણા કરતા વિવાદ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.