તળાવમાં પોતાના પુત્ર સહિત 4 બાળક ડૂબતાં માતાએ ઝંપલાવ્યું, મહિલા-બાળકીનાં મોત
પર્વ નિમિત્તે ઉપવાસ કર્યા બાદ તળાવની પૂજા કરવા ગયા ત્યારે નવાગામ પાસે બનેલી ઘટના.
પુત્રનો બહાર ઘા કરી તેનો જીવ બચાવી લીધો, પરંતુ મહિલા તળાવના કાદવમાં ખૂંપી ગઇ.
રાજકોટની ભાગોળે નવાગામ આણંદપરમાં બિહારી પરિવારની મહિલાઓ તળાવની પૂજા કરવા ગઇ હતી ત્યારે તેમની સાથે તેમના બાળકો પણ ગયા હતા, એક બાળક સહિત ચાર બાળકી ડૂબવા લાગતાં એક મહિલાએ પોતાના પુત્રને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું, પુત્રને તો તેણે બચાવી લીધો હતો પરંતુ પોતે તથા એક બાળકી ડૂબી જતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.