સરકાર સામે શાણપણ : રવિવારે OPD ચાલુ રાખવાના આદેશનો ઉલાળિયો, કામ ન કરવા લેખિતમાં વિરોધ કર્યો
ઓપીડીના વધારેલા સમયમાં પોતાનું સમર્થન નહીં હોવાનું રેસિડેન્ટ ડોક્ટરે લેખિતમાં ડીનને આપી વિરોધ દર્શાવ્યો.
ગુજરાતીમાં કહેવત છે કે, સત્તા સામે શાણપણ નકામું. જો કે, રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબોએ શાણપણ દેખાડ્યું છે અને રવિવારે તેનો અમલ પણ કરી ઓપીડીમાં કોઈ ફરક્યું જ ન હતું. આદેશનું પાલન કરવાના બદલે ઊલટાની ધમકી આપી છે કે, જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં વિરોધ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.