વડોદરાના ડૉ . વિરાજે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારી કહ્યું કે , હું શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી .
જન્મથી મહિલા હોવાની વાત છુપાવી વડોદરાની મહિલા સાથે લગ્ન કરવાના છેતરપિંડીના ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા મામલામાં બંને પક્ષે સામસામે આક્ષેપો કર્યા છે . બીજી તરફ ડો . વિરાજે પોલીસ સ્ટેશનમાં કપડાં ઉતારીને કહ્યું હતું કે , હું શરીર સંબંધ બાંધવા સક્ષમ નથી . દિલ્હીથી ઝડપી લવાયેલા મિસ વિજેતામાંથી ડૉ . વિરાજ બનેલાને કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે . શહેરની મહિલા સાથે લગ્ન કર્યા બાદ 6 વર્ષ સુધી શારીરિક સંબંધ નહિ બાંધી બહાનાં કરતા પતિ ડો . વિરાજ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી . સારવારની ફાઈલ આવી જતાં ભાંડો ફૂટ્યો જેમાં દિલ્હી રહેતી યુવતીએ પુરુષ બની લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હેરાનગતિ , મારપીટ , સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય , વ્યભિચાર અને નાણાકીય છેતરપિંડીની સિલસિલીબદ્ધ વિગતો ફરિયાદમાં જણાવી હતી . 2014 માં શાદી ડોટ કોમ દ્વારા દિલ્હી રહેતા ડો . વિરાજ સાથે થયા હતા . 6 વર્ષમાં પતિ - પત્ની વચ્ચે શારીરિક સંબંધ ન બંધાતાં પત્નીએ પૂછ્યું ત્યારે પ્રથમ ગુપ્ત ભાગની એલર્જી , બાદમાં અકસ્માતમાં ગુપ્ત ભાગે ઇજાનું બહાનું બનાવ્યું હતું . પત્નીના હાથમાં પતિની સેક્સ ચેન્જની સારવારની ફાઈલ આવી જતાં ભાંડો ફૂટ્યો હતો અને પતિએ પણ આ વાત કબૂલી હતી . વકીલની સલાહ લઈ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બાદમાં પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સની માગ અને પતિ કોલગર્લ સાથે સંબંધો રાખતો હોવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલા પિતાના ઘરે આવી ગઈ હતી . તેમણે વકીલની સલાહ લઈ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . આજે પોલીસ મથકે મહિલાના વકીલ અને આરોપી વિરાજે સામસામે આક્ષેપ કર્યા હતા . બીજી તરફ પોલીસે આરોપીની તબીબી તપાસ , સેક્સ ચેન્જ કોલકત્તા થયેલું હોવાથી ત્યાં તપાસ માટે જવું જરૂરી હોવાથી રિમાન્ડની માગણી કરશે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.