લાઠી તાલુકા આરોગ્ય સંકલન સમિતિ ની બેઠક મળી - At This Time

લાઠી તાલુકા આરોગ્ય સંકલન સમિતિ ની બેઠક મળી


લાઠી તાલુકા આરોગ્ય સંકલન સમિતિ ની બેઠક મળી
આગામી તા. ૧૮ ને રવીવારના દિવસે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ હોય જેમાં ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા રશી તરીકે પીવડાવવામાં આવશે. લાઠી તાલુકાના તમામ ગામો માં બુથ બનાવી પોલીયો રસીકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ ના આયોજન માટે પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં સંકલન બેઠક નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્ય, આઇસીડીએસ, શિક્ષણ, મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગ ના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહયા હતા. તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પલ્સ પોલિયો કાર્યક્રમ સફળ થાય અને વધુ માં વધુ બાળકોને પોલિયો ની રસીનો લાભ મળે અને એક પણ બાળક રસી થી વંચિત ન રહે તે માટે નું આયોજન કરવામાં આવેલ છે. પોલીયો નાબુદીના ધ્યેય માટે તમામ લક્ષિત બાળકો ને રસીકરણ નો લાભ મળે તે અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા એ સમગ્ર આયોજન ની રૂપરેખા રજૂ કરી તમામ વિભાગો ના સંકલન થી વધુ માં વધુ બાળકો ને રસીકરણ નો લાભ મળે તેવા પ્રયત્નો કરવા સૌને અપીલ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.