રાજકોટ: નહેરૂનગરમાં વૃદ્ધાએ શાસ્ત્રોક વિધિ પ્રમાણે ઘી અને તેલ ચોપડી અગન પછેડી ઓઢી - At This Time

રાજકોટ: નહેરૂનગરમાં વૃદ્ધાએ શાસ્ત્રોક વિધિ પ્રમાણે ઘી અને તેલ ચોપડી અગન પછેડી ઓઢી


જેમાં આજરોજ વહેલી સવારે નાના મહુવા પાસે આવેલા નહેરુનગરમાં એક વૃદ્ધાએ બીમારીથી કંટાળી ઘી અને તેલ ચોપડી શાસ્ત્રોક વિધિ પ્રમાણે અગન પછેડી ઓઢી લીધી હતી.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત નાના મોવા મેઇન રોડ પાસે આવેલા નેહરુનગર વિસ્તારમાં રહેતા માનુબેન વિરજીભાઈ વાળો દરિયા નામના 99 વર્ષના વૃદ્ધાએ પોતાના ઘરે બાથરૂમમાં ઘી અને તેલ ચોપડી અગન પછેડી ઓડી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ વનીતાબેન બોરીચા સહિતની ટીમે તુરંત કાર્યવાહી કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વૃદ્ધા અનેક બીમારીઓથી પીડાતા હોવાથી પોતે આપઘાત કર્યાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.