નવરાત્રિમાં ઝાપટાં પડવાની સંભાવના : ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય શરૂ થશે
ગુરુવારે રાજકોટમાં વરસાદી વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટી 27.9 નોંધાયું : વાતાવરણમાં ઠંડક પ્રસરી
18 સપ્ટેમ્બરથી સાઇક્લોનિક સર્ક્યુલેશન બનશે, સૌરાષ્ટ્રભરમાં છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના
રાજકોટમાં ગુરુવારે વરસાદી વાતાવરણ રહ્યું હતું, પરંતુ માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કાલથી વરસાદનું જોર ઘટશે. સાર્વત્રિકને બદલે છૂટો છવાયો વરસાદ પડશે. 18 સપ્ટેમ્બરે સાઇકલોનિક સર્ક્યુલેશન બનશે. આ સિસ્ટમના વરસાદનું જોર ઉત્તર-પૂર્વના વિસ્તારમાં વધારે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છુટા- છવાયા વરસાદ પડવાની સંભાવના છે. સતત વરસાદી માહોલ રહેવાને કારણે રાજકોટમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.