મોટી પાલ્લી પ્રાથમિક શાળા ખાતે બીઈગ હ્યુમન ગૃપ તેમજ LCB PI દ્વારા બાળકોને રમતગમતના સાધનોનુ વિતરણ - At This Time

મોટી પાલ્લી પ્રાથમિક શાળા ખાતે બીઈગ હ્યુમન ગૃપ તેમજ LCB PI દ્વારા બાળકોને રમતગમતના સાધનોનુ વિતરણ


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ મોટી પાલ્લી ગામમાં આવેલ પાંડર ફળિયુ પ્રાથમિક શાળા તેમજ પાલ્લિ પ્રાથમિક શાળા ખાતે આજરોજ બીઈગ હ્યુમન ગૃપ તેમજ મહીસાગર એલ સી.બી પી.આઈ દ્વારા શાળાના બાળકોને રમતગમત માટે રમતગમતની વસ્તુઓ આપવામાં આવી હતી.આમ બાળકોને રમતગમત પ્રત્યે ખૂબ સારું આકર્ષણ ધરાવતા અને સેવા નો ધર્મ જેઓની રગે રગમાં હંમેશા વહેતો રહ્યો છે એવા લુણાવાળા ના LCB PI શ્રી વિમલભાઇ ધોરડા સાહેબદ્વારા...
આજરોજ તારીખ 15.09.22 ના દિવસે લુણાવાળાની આજુબાજુના ગામોમાં અને મોટી પાલ્લી ગામમા આવેલ પાંડોર ફળિયું પ્રા. શાળા અને મોટી પાલ્લી પ્રા. શાળા મા શાળાના બધા બાળકો રમતગમત પ્રત્યે જાગૃત થાય અને પોતાનામા રહેલ રમતગમત પ્રત્યે ની આવડત બહાર લાવી શકે તે માટે લગભગ 130 બાળકો ને રમતગમત માટેની બધી વસ્તુઓ નું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યો ની મદદથી કરવામાં આવ્યું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.