ક્રેડિડકાર્ડની લિમીટ વધારવાની લાલચમાં OTP આપ્યો, ખાતામાંથી 1.29 લાખ ઉપડી ગયા, સાયબર ક્રાઈમે રકમ પરત અપાવી
રાજકોટના સંતકબીર રોડ પર કૈલાસધારા સોસાયટીમાં શેરી નં.1માં રહેતા બિપીનભાઈ શામજીભાઈ અજાણીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ ક્રેડિટકાર્ડની લિમીટ વધારવાની લાલચ આપી બિપીનભાઈને ટેક્સ મેસેજથી લિંક મોકલી હતી. બિપીનભાઈએ લિંક ખોલી OTP સહિતની વિગત ભરી હતી. બાદમાં બિપીનભાઈના બેંક એકાઉન્ટમાંથી 1,29,075 રૂપિયા ઉપડી ગયા હતા. બાદમાં છેતરપિંડીનો ભોગ બન્યાનું માલુમ પડતા બિપીનભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક નોડલ ઓફિસરનો સંપર્ક કરી બિપીનભાઈએ ગુમાવેલા રૂ.1,29,095ની પૂરેપૂરી રકમ પરત અપાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.