ગુજરાતે પહેલ કરીને રાજ્યમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે વેદાંતા-ફોક્સકોન ગ્રુપ સાથે રૂ. ૧.૫૪ લાખ કરોડના MoU કર્યા
ગુજરાતે પહેલ કરીને રાજ્યમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે વેદાંતા-ફોક્સકોન ગ્રુપ સાથે રૂ. ૧.૫૪ લાખ કરોડના MoU કર્યા....
જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલા સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે પહેલ કરીને રાજ્યમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે વેદાંતા-ફોક્સકોન ગ્રુપ સાથે રૂ. ૧.૫૪ લાખ કરોડના MoU કર્યા છે...
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલા આ મહત્વપૂર્ણ MoU અંતર્ગત દેશના રાજ્યોમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં આ સૌથી મોટું રોકાણ હશે, તેમજ તેના લીધે રાજ્યમાં ૧ લાખ જેટલા યુવાઓને રોજગારના અવસર મળશે...
માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એક પોલિસી-ડ્રીવન સ્ટેટ બન્યુ છે. તાજેતરમાં જ ગુજરાતે ડેડીકેટેડ સેમીકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી છે...
DoubleEngineSarkar ના આ MoU ગુજરાતની સેમીકન્ડક્ટર ઈકોસીસ્ટમને સુદ્રઢ કરીને આ ક્ષેત્રમાં હજી વધુ મૂડીરોકાણને વેગ આપશે...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.