માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને હજીરા સ્થિત કૃભકો ખાતે આયોજિત સહકારિતા સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો
માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને હજીરા સ્થિત કૃભકો ખાતે આયોજિત સહકારિતા સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો...
આ પ્રસંગે માન. શ્રી અમિતભાઈ શાહે કૃભકોના રૂ. ૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું...
પ્રતિદિન ૨.૫૦ લાખ લિટર ક્ષમતાનો આ પ્લાન્ટ દક્ષિણ ગુજરાતના શેરડી અને ખાંડ સાથે જોડાયેલા સહકારી એકમો માટે લાભદાયી સાબિત થશે અને ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ આપશે...
આ પ્રોજેક્ટમાંથી ઇથેનોલ મેળવ્યા બાદ વાર્ષિક આશરે ૩૬ હજાર મેટ્રિક ટન જેટલો પૂરક પશુઆહાર પણ મળશે....
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ સંમિશ્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે...
ત્યારે આ પ્રોજેક્ટ ઇંધણ બાબતે આત્મનિર્ભરતા મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ ગુજરાતમાં ઈકોફ્રેન્ડલી પ્રોજેક્ટ વિકાસના નવા આયામો પણ ખોલશે...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.