વિધાનસભાની ચુંટણીઓ પુર્વ મહીસાગર જિલ્લામાં કોંગ્રેસમાં પડ્યુ ગાબડું - At This Time

વિધાનસભાની ચુંટણીઓ પુર્વ મહીસાગર જિલ્લામાં કોંગ્રેસમાં પડ્યુ ગાબડું


ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોના અગ્રણીઓની દાવેદારીઓ વચ્ચે મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ બારીયાએ કોંગ્રેસના હાથનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ જતા કોંગ્રેસમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. રાજેન્દ્રસિંહ કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર બેઠક પર જીતના સમિક૨ણો બદલાય તેવી સંભાવના
આપના વધતા જતા પ્રભાવ વચ્ચે બાલાસિનોર વિધાનસભા બેઠકની જંગ આપમાંથી લડે એવા સંકેતોની ચર્ચાઓ રાજકીયા મોરચે શરૂ થવા પામી છે.ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનો સમય જેમ જેમ આવી રહ્યો છે એમ એમ મહીસાગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.મહીસાગર કોંગ્રેસના મહામંત્રી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે બાલાસિનોર વિધાનસભાના મજબુત
ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ બારીયા આમ આદમી પાર્ટીમાં પોતાની દાવેવારી નોંધાવી રહ્યા છે.આમ મહીસાગર જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ બારીયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના હસ્તે રાજેન્દ્રસિંહ બારીયા આમ આદમી પાર્ટીનો ખેસ વિધીવત રીતે પહેરી આપમાં જોડાયા હતા. એક તરફ આમ આદમી પાર્ટી યુવા ચહેરાઓને વિધાનસભા ચૂંટણીમાં તક આપી રહી છે ત્યારે કોંગ્રેસ ફરીથી ઉંઘતી ઝડપાઈ હોય તેવું લાગે છે. દિવસે દિવસે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં વધતી મુલાકાતો અને રોજગાર ગેરંટી અને પક્ષની વિચાર ધારાને યુવાનો અપનાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.