સંતરામપુર તાલુકાના આઈસીડીએસ શાખા સંતરામપુરનાં ધટક.1.2ને 3 ની આંગણવાડી વર્કરો દ્વારા આવેદનપત્ર - At This Time

સંતરામપુર તાલુકાના આઈસીડીએસ શાખા સંતરામપુરનાં ધટક.1.2ને 3 ની આંગણવાડી વર્કરો દ્વારા આવેદનપત્ર


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ના આઈસીડીએસ શાખા સંતરામપુર નાં ધટક. 1.2ને 3 ની આંગણવાડી વર્કરો.તેડાગર બહેનો દ્વારા તેઓની સરકારી કમૅચારીઓ ગણવામાં આવતાં ના હોઈ ને કોઈ જાતની સામાજિક સુરક્ષા પુરી પડાતી ના હોઈ ને માત્ર મામુલી માનદ વેતન આપી ને કામનું ભારણ વધારી શોષણ કરવામાં આવે છે.અને માંગણીઓ અંગે વારંવાર રજુઆતો કરાય છે છતાં પણ તેનું કોઈ નિરાકરણ કે ઉકેલ આવતો નથી. જેથી સંતરામપુર તાલુકા ની આંગણવાડી કાર્યકરો ને તેડાગર બેહનો દ્વારા આજરોજ પ્રાનતકચેરીએ એકત્રીત થઈ ને પોતાની માંગણીઓ દર્શાવતુ એક આવેદનપત્ર પ્રાન્તકચેરીએ જઈને પ્રાનતઅધિકારી જાદવજી સંતરામપુર ને મામલતદાર સંતરામપુર ને સીડીપીઓ ને આવેદનપત્ર આપી ન્યાયી માંગણીઓ સંદર્ભે વહેલી તકે ઉકેલ આવે તે માટે ની રજુઆતો કરી હતી.આ આપેલ આવેદનપત્ર માં મુખ્યત્વે માંગણીઓ આંગણવાડી કાર્યકરો ને તેડાગર બેહનો ને ત્રીજા/ચોથા વઞઁ ના કમૅચારીઓ જાહેર કરી તે મુજબ ના સરકારી લાભ આપવા ને સરકારી નોકરીયાતનો દરજ્જો આપવો. રજાઓનો લાભ આપવા ને વયનિવૃતિ 58 ને બદલે 60 વરસની કરવા ને બઢતીની વયમર્યાદા દુર કરવા ને મોબાઈલ કે રજીસ્ટરો બે માંથી એક આપવા. તથા વધારવાની કામગીરી બંધ કરીને બાળકો ના ષોષણ ને શિક્ષણ પર ભાર મુકવા. સ્થળ બદલી નો લાભ આપવા. ને ખાસ મીની આંગણવાડી કેન્દ્રો ને સામાન્ય માં ફેરવવા. ને ધટકકક્ષાની મીટીંગો માં જવા માટે ભાડાભથથા નો લાભ આપવા ને પેન્શનનો લાભ આપવા ને આંગણવાડી વર્કરોને રુપિયા 18.000.ને તેડાગર ને રુપિયા 9.000.નો પગાર નો લાભ આપવા. ની માંગણીઓ કરવામાં આવી છે. આ માંગણીઓ નો ઉકેલ નહીં આવેતો અચોક્કસ હડતાલ પર ઉતરવાની પણ ચીમકી પણ દર્શાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.