આજીમાં 3, ન્યારીમાં 6 અને ભાદરમાં 11 માસ ચાલે તેટલું પાણી
આજી-1 ડેમ 29 ફૂટની સપાટીએ ભરાતા 100 ટકાની નોંધ કરાઇ પણ ઓવરફ્લો થવામાં સહેજ છેટું
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા વરસાદને કારણે રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા ત્રણેય ડેમ છલોછલ ભરાઈ ગયા છે. ભાદર અને ન્યારીમાં પુષ્કળ આવકને પગલે દરવાજા ખોલાયા છે જ્યારે આજી-1 ડેમ 100 ટકા ભરાયો છે પણ ઓવરફ્લો થવામાં હજુ બાકી છે.
સોમવારે પડેલા વરસાદને કારણે આજી ડેમમાં પાણીની સારી આવક થઈ હતી અને 99 ટકા ભરાઈ ગયો હતો. માત્ર 0.25 ફૂટ સપાટી જ બાકી રહી હતી પણ તેમાં વધારો થયો ન હતો. બાદમાં સવારે પાણીની ધીમી આવક ચાલુ રહી હતી અને સાંજ સુધીમાં પૂરી એટલે કે 29 ફૂટની સપાટીએ પાણી પહોંચી ગયું હતું તેથી સિંચાઈ વિભાગના ચોપડે ડેમ 100 ટકા ભરાયાની નોંધ થઈ હતી પણ ઓવરફ્લોની નોંધ થઈ નથી. મંગળવારે રાત્રે શહેરમાં વરસાદ ચાલુ થયો હતો પણ ઉપરવાસમાં વરસાદ નહિવત હોવાથી આજી ડેમની સપાટી વધી નથી. હજુ 15મી સુધી વરસાદની આગાહી હોવાથી ઓવરફ્લો થઈ જાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.