હવે ભગવા રંગની ST દોડશે. - At This Time

હવે ભગવા રંગની ST દોડશે.


એસટીની તમામ બસ હવે ભગવા રંગમાં જોવા મળશે : 500થી વધુ નવી બસ બની રહી છે

ગુજરાત એસ.ટીની બસ હવે ભગવા રંગમાં જોવા મળશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલ અમદાવાદના નરોડા સ્થિત વર્કશોપમાં 500થી વધુ નવી બસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમ જેમ નવી બસ બની રહી છે તેમ ડિવિઝનોમાં ફાળવણી પણ કરવામાં આવી રહી છે.

હાલ રાજકોટ એસ.ટી ડિવિઝનને નવી ભગવા રંગની એક બસ ફાળવવામાં આવી છે જે રાજકોટથી રાધનપુર રૂટ પર દોડાવવામાં આવશે. હાલ રસ્તા પર જોવા મળતી એસ.ટી. નિગમની બસ સફેદ, બ્લૂ અને પીળા રંગની છે, જ્યારે નવી તૈયાર થનારી બસ ભગવા રંગની જોવા મળશે. બસનો રંગ, ગ્રાફિક્સ ઉપરાંત બેઠક વ્યવસ્થામાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. BS-6 પ્રકારના એન્જિનની કેસરી બસમાં બંને સીટ વચ્ચે પ્રર્યાપ્ત માત્રામાં અંતર રખાયું છે. દરેક સીટ માટે રીડિંગ લાઈટ રખાઈ છે, જેથી રાતના સમયે યાત્રિકો પોતાની બેઠક પર જ વાંચન કરી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.