ફૂડ લાયસન્સ વગર વ્યવસાય કરતા બાલાજી દાળપકવાન,પ્રમુખ મેડિકલ સ્ટોર સહિત 13 પેઢીને મનપાએ નોટીસ ફટકારી - At This Time

ફૂડ લાયસન્સ વગર વ્યવસાય કરતા બાલાજી દાળપકવાન,પ્રમુખ મેડિકલ સ્ટોર સહિત 13 પેઢીને મનપાએ નોટીસ ફટકારી


રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખના બંગલાવાળો રોડ તથા કાલાવડ રોડ, એ. જી. ચોક (હોકર્સ ઝોન) પર આવેલ વિગતો મુજબ કુલ 34 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન 13 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઘી, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

મનપા દ્વારા આજે સાઈનાથ ટી સ્ટોલ, ક્રિશ્ના પાન,મીરા જનરલ સ્ટોર, અંશ મેડિકલ સ્ટોર, શિવ પાર્લર, શ્રી જનરલ સ્ટો,પ્રમુખ મેડિકલ સ્ટોર, બાલાજી દાળપકવાન,દિલખુશ પાણીપુરી, વેજ મોમોસ, દુર્ગા ચાઇનીઝ, મહાદેવ લાઈવ તડકા અને માહિર ચાઇનીઝ ખાતે લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.