ધંધુકા અને ધોલેરા તાલુકાની 176 આંગણવાડી કર્મચારીઓ એ રેલી કાઢી.
ધંધુકા અને ધોલેરા તાલુકાની 176 આંગણવાડી કર્મચારીઓ એ રેલી કાઢી.
ધંધુકા મામલતદાર અને ટી ડી ઓને પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદનપત્ર આપ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાની 176 આંગણવાડી ના સંચાલક અને તેડાગર દ્વારા ધંધુકામાં રેલી કાઢી વિવિધ પ્રશ્નોનો નિરાકરણ લાવવા ધંધુકા મામલતદાર અને ટી ડી ઓને આવેદનપત્ર આપ્યું હતું.
જેમા આંગણવાડી કાર્યકર તેડાગર ના પ્રશ્નો ઘણા લાંબા સમયથી રજૂઆત કરી તેનો સમાધાન કરી ઉકેલ લાવવા પ્રયત્નશીલ છીએ તેમ છતાં આજદિન સુધી તેનો કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી જેના કારણે સરકારની કાર્યશીલ થી નારાજ મહિલા કર્મચારીઓ આંદોલનના માર્ગે જાય તેવી શક્યતાઓ રહેલી છે જેથી આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે તેઓના વ્યાજબી પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારી તેની ચર્ચા અર્થે સમય ફાળવી તેનો ઉકેલ લાવવા મહેરબા ની કરશોજી
માનવ વેતનના નામે નજીવવા વેતનની કામ કરતી મહિલાઓને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ થતું મહેનતાણું ચુકવી આપો લઘુત્તમ માસિક રૂપિયા 18000 થી 22,000 ની અમારી માંગણી માન્ય રાખો.
સરકારના તમામ ધારા ધોરણો અનુસાર કામ કરતી મહિલા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરો.
આંગણવાડીનો સમય 10.00 થી 16.00 કલાકનો કરો
નિવૃતિ બાદ ના તમામ લાભ સરકારી કર્મચારીઓને ધોરણે ચૂકવી આપો.
તેડાગરને કાર્યકારનું તથા કાર્યકારને મુખ્ય સેવિકાની નામ નિયુક્તી કોઈ પણ જાતની વય મર્યાદા સિવાય આપો 45 વર્ષ ની વય મર્યાદાનો પરિપત્ર રદ કરો.
નિયામકશ્રી ના પરિપત્ર 3490/82/2017-18
તારીખ : 3- 8 -2017 તેમજ ત્યાર પછીની ગાઈડલાઈન મુજબ આઈ.સી.ડી.એસ. ને લગતી કામગીરી સિવાયની અન્ય કામગીરી લેવાની મનાઈ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા બળજબરીથી અન્ય કામગીરી લઈ મહિલા કર્મચારીઓને પરેશાન કરી પરિપત્રનો ઉલ્લંઘન કરવામાં આવે છે તે બંધ કરવો.
કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમજ મોબાઇલ એપ બંનેની કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક સિસ્ટમ અપનાવો.
સરકારશ્રીની યોજનાઓ જેવી કે પોષણ સુધા વાલી દિકરી યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિધવા સહાયક યોજના દૂધ સંજીવની યોજના આ તમામ યોજનાઓને ન્યાય આપવાનો તથા બાળકોને પૂર્વક પ્રાથમિક શિક્ષક આપવાનો તેમજ અવારનવાર સોંપવામાં આવતા અન્ય કાર્યો તાલીમ તેમજ મિટિંગ વગેરે કાર્યોનો બોજ ધાર્યા કરતા ઘણો જ વધારે છે હકીકતે આટલા બધા બોજ હેઠળ દબાડોલી મહિલા કામદારો પોતાનો માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ઓછા વેતાને પોતાનો ઘર સંસાર ચલાવી શકતી નથી જેથી તે કાર્ય બોજ હળવો કરો.
મીની આંગણવાડીની પ્રથા બંધ કરી તેને રેગ્યુલર આંગણવાડી નો તરજો આપો.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકરોને પણ પ્રાથમિક શિક્ષણ આપતા કર્મચારીની જેમ વેતન અને સુવિધા આપો સહિતની કામગીરીઓ સાથેનું આવેદન પત્ર ધંધુકા અને ધોલેરા તાલુકાની 176 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ધંધુકા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ધંધુકા ને આપવામાં આવ્યું હતું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.