ભુ.પુ.ઉર્જા મંત્રીના મત ક્ષેત્રમાં જીઇબીની બેદરકારીનો ભોગ મૂંગા પશુઓ બને છે. શું બોટાદ આવો વિકાસ ઝંખે છે.?? - At This Time

ભુ.પુ.ઉર્જા મંત્રીના મત ક્ષેત્રમાં જીઇબીની બેદરકારીનો ભોગ મૂંગા પશુઓ બને છે. શું બોટાદ આવો વિકાસ ઝંખે છે.??


બોટાદ વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય અને ભૂતપૂર્વ ઉર્જામંત્રીના મત ક્ષેત્રમાં જ જીઇબીની કામગીરીમાં ધાંધિયા દર વર્ષે સામે આવે છે. બોટાદમાં ખાસ કરીને વરસાદી વાતાવરણમાં દરવર્ષે જીઈબીનાં ખુલ્લાં ટીસી, ખુલ્લાં વાયર થાંભલાને કારણે શોટ સર્કિટનાં અક્સ્માત સર્જાતા હોય છે ત્યારે ગત રાત્રે એક પાડી આ શોટ સર્કિટનો ભોગ બની ગઈ હોવાનું જાણવા મળે છે. અવેડાગેટ દુકાનોની પાછળ નદીમાં ઉભુ કરાયેલ ટ્રાન્સફર માંથી દુકાનોમાં જઈ રહેલ ખૂલ્લા વાયરો અને વરસાદ થી આ ઘટનાં બની હોવાનું મનાય છે. પરંતુ દર વર્ષે બનતી આવી અકસ્માતની ઘટના જીઇબી ની કાળજી પૂર્વકની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે. આ ટીસી ફરતે જાળી નાખી ફેન્સીંગ કરેલ નથી સાથે અનેક કનેક્શનનો ના વાયરના જોળા લટતા હોય તેવું પણ જોવા મળે તેરે પ્રશ્ન એ થાય છે કે સોચક્રિયા કરવા જતા દુકાનદારોને આ અકસ્માત નડ્યો હોત તો.? જીઈબી દ્વારા બિલ ઉઘરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે ખોટા બીલ આપવા છતાં નાણાં ભરપાઈ પહેલા કરવા પડે છે ત્યારે ગ્રાહકોને સેવાના બદલામાં સુરક્ષા ને બદલે જીવનું જોખમ કેટલું યોગ્ય.? લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.