બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે નવો વિવાદ - At This Time

બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે નવો વિવાદ


બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે નવો વિવાદ

જસદણ તાલુકામાં સકિર્ટ હાઉસ ક્યાં બનાવવું? બે વર્ષ અગાઉ બાવળિયાના કહેવાથી સરકારે ખાંડાહડમતીયા ગામે જમીન ફાળવી દીધી છે, હવે બોઘરા કહે છે આટકોટમાં બનાવો જસદણ તાલુકાના રાજકારણમાં પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા વચ્ચેનો જૂથવાદ અવારનવાર સપાટી પર આવતો હોય છે. જાહેર કાર્યક્રમોમાં જ્યારે આ બંને નેતાઓ મળતા હોય છે ત્યારે હસતા ચહેરે દેખાતા હોય છે અને અમારી વચ્ચે મનમેળ છે તેવી વાતો કરતા હોય છે. પરંતુ સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. બાવળિયા અને બોઘરા વચ્ચે હવે જસદણ તાલુકામાં સર્કિટ હાઉસ કર્યા બનાવવું તે મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે. કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે તેમણે જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામે સર્કિટ હાઉસ બનાવવાની માગણી કરી હતી. તેમની આ માગણી ના અનુસંધાને સરકારે તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સરકારી ખરાબ સર્વે નંબર ૯૪ ની જમીનમાંથી એક હેકટર જમીન સરકારી ગેસ્ટ હાઉસ બનાવવા માટે વહીવટી તંત્ર હેઠળ ગોંડલના માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના હવાલે મૂકી દીધી હતી.સરકારે જમીનની ફાળવણી કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્રારા ખાંડાહડમતીયા ગામે સર્કિટ હાઉસ બનાવવાના કામના પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરી સરકારમાં મોકલી દીધા છે. જોકે હજુ તેને મંજૂરી મળી નથી કે કોન્ટ્રાકટ અપાયો નથી. ત્યાં ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોકટર ભરતભાઈ બોઘરાએ જસદણ તાલુકાના આટકોટ ગામે સર્કિટ હાઉસ બનાવવાની માગણી કરતો એક પત્ર રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.